• +91-92650 69696
  • +91-98242 46783
  • kansarasevasamaj@gmail.com

About Us

કંસારા સેવા સમાજ

આપને સુવિદિત હશે જ, તેમ આપણે કંસારા સેવા સમાજની સ્થાપના દ્વારા આપણા સૌના સામુદાયિક સમગ્ર વિકાસ માટે પ્રયત્નશીલ થયા છીએ.
આપણી આ સંસ્થાનો મૂળભૂત હેતુ સમગ્ર પ્રદેશમાં વેરવિખેર રહેલા આપણા પરિવારોનું એકત્રિકરણ કરી પ્રગતિના માર્ગે લઈ જવાનો છે. આ સંસ્થાના મુદ્દા લેખમાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
આપણા સમાજના સૌનો સામાજિક, આર્થિક, શૈક્ષણિક, તથા આરોગ્યલક્ષી વિકાસ થાય સરકારી યોજનાઓનો લાભ દરેક પરિવારને પ્રાપ્ત થાય તે માટે સમયસર એક મંચ પર એકઠા થઈને આપણી એકતા રચીએ. "સંઘે શક્તિ કલયુગે" એ સૂત્ર મુજબ આપણી સંસ્થાના વિવિધ ક્ષેત્ર ના કાર્યક્રમોમાં સક્રિય બનીએ, આપસ ના ભેદ-ભાવ ભૂલી સૌનો સહિયારો પ્રયાસ કરવો અનિવાર્ય છે.
સૌરાષ્ટ્રની અનેક જ્ઞાતિઓ સંગઠન ખૂબ જ આગળ વધી છે, ત્યારે આપણે માત્ર એક જ બની રહીશું? આપના ગામ શહેરના દરેક જ્ઞાતિજનોને આ સંદેશ પહોંચાડો, વહેલી તકે વધુમાં વધુ સભ્યો બનાવવા માટે અમારો આદર ભર્યો આગ્રહ છે.
આપના સૂચનો સદાય આવકાર્ય છે. અમે આપના પ્રેમાળ-પ્રોત્સાહક પ્રતિભાવની પ્રતીક્ષા કરીશું.
આભાર.

સંગઠન સામાજીક સેવા શૈક્ષણિક વ્યવસ્થા આરોગ્ય સેવા ઉત્કર્ષ વ્યવસ્થા રાજકીય વ્યવસ્થા સમાજ KSS



કંસારા સેવા સમાજ

અમારું મિશન

જ્ઞાતિજનોનુ સંગઠન બનાવવું, એકતા સ્થાપવી.
વિવિધ જાતની સેવા પુરી પાડવી. શૈક્ષણિક સ્તર ઉચુ લાવવું., આરોગ્ય, સમાજસુધારણા, રોજગાર, માહિતિ ડેટા કલેકશન વગેરે ને લગતી કામગીરી કરવી.
વૈવાહિક બાબતો સરળ બનાવવા ડેટા કલેકશન, ચિંતન શિબિર, યુવા સંમેલન કરવા
સૌનો સાથ, સૌનો સહકાર , સૌની સેવા એ અમારો મુલમંંત્ર

કંસારા સેવા સમાજ

અમારું વિઝન

સમાજ ને સંગઠિત કરવાની બાબત છે
ગામે ગામ મંડળો બનાવવા
અન્ય મંડળો સાથે સંબંધો ઘનિષ્ઠ બનાવવા તેમના સહયોગમાં રહી કામ કરવુ
વિકાસ માટે જરુરી જણાય તે કામગીરી તે ક્ષેત્રમાં કરવી

આપણું લક્ષ્ય

કંસારા સેવા સમાજ

સમાજ

સમાજ - એક જ કુટુંબ-પરિવાર નો ભાવ અનુભવાય તેવી વ્યવસ્થા વ્યક્તિ સમાજ બને સમાજથી વ્યક્તિ ઓળખાય છે.

સંગઠન

સંગઠન - સમાજને મુખ્યપ્રવાહમાં લાવવા ઉચ્ચ શિખરે પહોંચાડવા સંગઠન અનિવાર્ય.

સામાજિક સેવા

સામાજિક સેવા - સમાજમાં જરૂરિયાત મંદ અબાલ-વૃદ્ધ અને સર્વે પ્રકારે મદદરૂપ થવા તન-મન-ધન યથા યોગ્ય ઋણ ચૂકવવું.

શૈક્ષણિક વ્યવસ્થા

વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ ક્ષેત્ર-વ્યવસાયમાં શિક્ષણ અનિવાર્ય હોય સમાજની બાલ-યુવા શક્તિને સુશિક્ષિત કરી તેમનું અને સમાજ નું ભવિષ્ય ઉજ્જવળ કરવું.

આરોગ્ય

વર્તમાન પક્ષુષિત માહોલમાં નવજાત વૃદ્ધ દરેકને બીમારી મોંઘી તબીબી ચિકિત્સાથી જાગૃત કરવા, જરૂર પડી એ શક્ય સરકારી સામાજિક સહાય પુરી પાડવી.

ઉત્કર્ષ વ્યવસ્થા

દિવા થી દીવો પ્રગટે ઉક્તિ સાર્થક કરતાં કોઈ પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી અન્યને પણ ઉચ્ચ સ્થાને લાવવા મદદ કરીએ તો જ સમાજ ખરા અર્થમાં ઉત્કર્ષ થઈ શકે.