સમાજ - એક જ કુટુંબ-પરિવાર નો ભાવ અનુભવાય તેવી વ્યવસ્થા વ્યક્તિ સમાજ બને સમાજથી વ્યક્તિ ઓળખાય છે.
આપને સુવિદિત હશે જ, તેમ આપણે કંસારા સેવા સમાજની સ્થાપના દ્વારા આપણા સૌના સામુદાયિક સમગ્ર વિકાસ માટે પ્રયત્નશીલ થયા છીએ. આપણી આ સંસ્થાનો મૂળભૂત હેતુ સમગ્ર પ્રદેશમાં વેરવિખેર રહેલા આપણા પરિવારોનું એકત્રિકરણ કરી પ્રગતિના માર્ગે લઈ જવાનો છે. આ સંસ્થાના મુદ્દા લેખમાં આ તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
સમાજ - એક જ કુટુંબ-પરિવાર નો ભાવ અનુભવાય તેવી વ્યવસ્થા વ્યક્તિ સમાજ બને સમાજથી વ્યક્તિ ઓળખાય છે.
સંગઠન - સમાજને મુખ્યપ્રવાહમાં લાવવા ઉચ્ચ શિખરે પહોંચાડવા સંગઠન અનિવાર્ય.
સામાજિક સેવા - સમાજમાં જરૂરિયાત મંદ અબાલ-વૃદ્ધ અને સર્વે પ્રકારે મદદરૂપ થવા તન-મન-ધન યથા યોગ્ય ઋણ ચૂકવવું.
વર્તમાન સ્પર્ધાત્મક યુગમાં કોઈ પણ ક્ષેત્ર-વ્યવસાયમાં શિક્ષણ અનિવાર્ય હોય સમાજની બાલ-યુવા શક્તિને સુશિક્ષિત કરી તેમનું અને સમાજ નું ભવિષ્ય ઉજ્જવળ કરવું.
વર્તમાન પક્ષુષિત માહોલમાં નવજાત વૃદ્ધ દરેકને બીમારી મોંઘી તબીબી ચિકિત્સાથી જાગૃત કરવા, જરૂર પડી એ શક્ય સરકારી સામાજિક સહાય પુરી પાડવી.
દિવા થી દીવો પ્રગટે ઉક્તિ સાર્થક કરતાં કોઈ પણ ઉચ્ચ કક્ષાએ પહોંચી અન્યને પણ ઉચ્ચ સ્થાને લાવવા મદદ કરીએ તો જ સમાજ ખરા અર્થમાં ઉત્કર્ષ થઈ શકે.
કેશોદ મુકામે "કંસારા સેવા સમાજ" દ્વારા...